Sauw KaadI j Saa maaTo?
સ્વૈચ્છિક વાર્ષિક લવાજમ રૂ. ૨૫/- પત્રિકાનું વાર્ષિક ખર્ચ રૂ. ૪૦/૮૦ પૈસા સરનામું-૨૬૭૫, ગાયત્રીનગર, ઘોઘા જકાત નાકા, ભાવનગર.
વર્ષ-૨ સળંગ અંક -૧૯ જૂલાઈ ૨૦૧૧ |
કોમ્પ્યુટર પ્રીન્ટ અને ડિઝાઈન પૌત્ર ચિ. પ્રણવના સહકારથી
"છતાં ખાદી પહેરતા નથી"
(પરોપકારાર્થે બુદ્ધિનો ઉપયોગ તે શુદ્ધ બુદ્ધિ. નીચેના પંડિતો, સંન્યાસીઓ, ધારાશાસ્ત્રીઓ વગેરેમાં જો તેજસ્વી બુદ્ધિ હોય તો તેઓ ભલે પોત પોતાના વિષયમાં નિષ્ણાત હોય પણ સૌનુ અનેક રીતે કલ્યાણ કરનારી શુદ્ધ ખાદી ના પહેરતા હોય તો તેની બુદ્ધિ અને નિષ્ણાતપણુ પાંગળાં છે.)
વેદાંત વિશારદ બ્રિજમોહનલાલ એક મહાન પંડિત, એ ખાદી પહેરતા નથી!
પ્રેમાનંદજી એક મોટા સંન્યાસી છે છતાં પણ, એ ખાદી પહેરતા નથી!
વીરેંદ્રપ્રસાદ એક બાહોશ ધારાશાસ્ત્રી છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
શિવરાજસિંહ એક કુશળ અને પ્રખ્યાત ડોક્ટર છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
ગિરધરલાલ એક પ્રખ્યાત કેળવણીકાર છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
જીવણજી એક સમર્થ કવિ છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
હીરજીભાઈ એક ધુરંધર ચિત્રકાર છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
જમનાદાસ એક સમર્થ ઈજનેર છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
વિજયગોપાલ એક સમર્થ પ્રતિભાશાળી લોકનેતા છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
હેમચંદ્રજી એક મહાન ધર્માચાર્ય છે, પરંતુ એ ખાદી પહેરતા નથી!
અરેરે! એ બધાય લોકો મહાબુદ્ધિશાળી છે, છતાં પણ ખાદી પહેરતા નથી!
ખાદીમૈયા માંથી સાભાર
અહિંસક તોપ
("હથિયાર" શબ્દ માં થોડીક જ વ્યાપકતા લાવીએ તો જુદા જુદા કારીગરોનાં સાધનો તે પણ હથિયાર છે. અને તે કારીગરનું તથા બીજા બધાનુ કલ્યાણ કરનારાં હથિયાર છે. કોઈનેય રજમાત્રેય નુકસાન કરનારા નથી. કોઈ પણ કારીગરને કામ આપનારું હથિયાર તેના પૂરતું મર્યાદિત છે. પણ અમીરગરીબ, સ્ત્રીપુરુષ, હિંદુમુસલમાન વગેરે સૌએ સૌ જેનો કલ્યાણકારી ઉપયોગ કરી શકે તેવું હથિયાર છે રેંટિયો.... રેંટિયો...જ)
યુરોપ અમેરીકા તરફની લડાઈઓમાં કેવાં કેવાં હિંસક હથિયારો વપરાય છે! જાતજાતની બંદુકો, યાંત્રિક તોપો તથા બોમ્બ-ગોળાઓનો પાર નથી હોતો. એ બધા રાક્ષસી હથિયારો ગામના ગામોનો એક સામટો કચ્ચરઘાણ વાળી દે છે. પળ વારમાં વસ્તીની વસ્તી વેરાન કરી નાખનાર એ નાશકારક હથિયારોની નિત્ય નવી શોધો થયા જ કરે છે. એક દેશ જ્યાં બધાય જૂનાં પ્રકારનાં હથિયારોને ટપી જાય એવું એક શસ્ત્ર બનાવે ત્યાં બીજો દેશ વળી તેને પણ આંટીદે એવુ નવું સાધન શોધે. જમીન પર રહીને લડવાનાં સાધનો, દરિયા પર રહીને લડવાનાં સાધનો, હવામાં રહીને લડવાનાં સાધનો અને છેલ્લે છેલ્લે ઝેરીવાયુઓથી ભરેલા લડવાનાં સાધનો એમાં નિત્ય નવી શોધો થયા જ કરે. કેટલીક શોધો એટલી બધી ચમત્કારિક હોય છે કે જેનું વર્ણન સાંભળતા જ આપણે તો દિંગ થઈ જઈએ!
પરંતુ એ બધાય સાધનોને ટપી જાય એવું, છતાં કોઈનો પણ વિનાશ ન કરનારું સાધનતો પૂજ્ય ગાંધીને જ લાધ્યું છે. એ અલૌકિક સાધન તે રેંટિયો. એને અહિંસક તોપ કહીએ તો પણ ચાલે. તોપ કે બંદુકની ગોળીઓ એ દૈવી શસ્ત્રને વીંધી શકતી નથી. નવામાં નવા હિંસક શસ્ત્રોની શક્તિ એની આગળ જાણે હોલવાઈ જાય છે! છતાં એ અહિંસક શસ્ત્રની અસર હજારો માઈલ દૂર આવેલી માંચેસ્ટર-લેંકેશાયરની મિલો લગી પહોંચે છે. માંચેસ્ટર-લેંકેશાયરની ખાઉધરી શક્તિને હિંદુસ્તાનનો રેંટિયો જાણે ઘર બેઠા જ પડકાર કરે છે! જીવતાં જાગતાં ગામડાંઓનો એક સામટો નાશ કરી દેવાને બદલે તે રેંટિયો હિંદુસ્તાનનાં જીવ વિહોણાં ગામડાંઓમાં જીવ મૂકે છે. અજ્ઞાન, રોગ અને ભૂખમરાના ત્રિવિધ તાપથી મરવા પડેલા ગામડિયાઓમાં એ રેંટિયો પ્રાણ પૂરે છે. હિંસક તોપ જીવતા માનવીઓને સળગાવે છે, આપણી અહિંસક તોપ-રેંટિયો-સળગતા માનવીઓને ઠારે છે. ખાદીમૈયા માંથી સાભાર
ખાદી શા માટે? ઈન્દુમતીબેન
૧૯૫૩-૫૪ની વાત છે. એક શ્રીમંત બહેનને ઘેર અમે ખાદીની હૂંડી આપવા ગયાં. જયાબહેન આમ તો ખાદી પહેરનારાં અને જૂનાં કોંગ્રેસી કાર્યકર હતાં. તેમણે હૂંડી તો સો રૂપિયાની ખુશીથી લીધી.પણ પછી કહે, "આ સ્વરાજ આવી ગયું તોપણ તમારે તો રેંટિયો અને ખાદી જ રહ્યાં. હવે ખાદીની શી જરૂર છે ?"
ગાંધી-જંયતી-સપ્તાહનાં વેચાણ ચાલતાં હતાં. ખાદીમંદિરમાં ગ્રાહકોની સારી એવી ભીડ જામી હતી. દુકાનની બહાર એન્જિનિયરિંગ કોલેજમાંથી હમણાં જ પાસ થયેલા રમેશભાઈ અને હાઈસ્કૂલમાં શિક્ષિકાનું કામ કરતા તેમના બહેન સરોજબહેન દુકાનની ભીડ જોતાં હતાં. મેં તેમને અંદર બોલાવ્યાં.
સરોજ અને રમેશ રાષ્ટ્રીય શાળામાં ભણેલાં અને ’૪૨ની લડતમાં એમની વયનાં બાળકોથી બની શકે તેટલો ભાગ લીધેલો. બન્ને ખાદીનાં ભારે ભક્ત. શાળામાં તેમ જ કોલેજમાં પણ તેમની એ નિષ્ઠા ચાલુ રહેલી. પણ આજે તેમને મિલનાં કપડાંમાં જોઈ મને નવાઈ લાગી. સરોજને મેં પૂછયું : "સરોજ, હવે ખાદી નથી પહેરતી? રમેશે પણ છોડી દીધી?"
સરોજ હસી, "પહેરું છું તો ખરી પણ પહેંલા જેવો આગ્રહ નથી રાખતી. પરદેશીના વિરોધમાં ને સ્વરાજના પ્રતીક તરીકે અમે તો ખાદી પહેરેલી. હવે ખાદીની શી જરૂર?"
રમેશ પણ વાતમાં જોડાયો: "હવે આપણે શું કામ ખાદી પહેરીએ? હવે સ્વરાજ આવ્યું. હવે સૌને પૂરતું કામ અને પૂરતો નિર્વાહ મળી રહે તે જોવાનું કામ સરકારનું."
પૂરું સ્વરાજ મળ્યું છે?
મને રસ પડ્યો. આટ્લી ભીડમાં અને ધમાલમાં પણ મેં ચર્ચા ચલાવી: "રમેશ, સ્વરાજ તો આવ્યું પણ હજી પૂરું સ્વરાજ આપણે મેળવ્યું છે?"
મારી સામે તે જરા નવાઈથી જોઈ રહ્યો. "સ્વરાજ પૂરું નથી આવ્યું તો આ પાંચ વર્ષથી શું છે?"
મેં કહ્યું, "તમે જરા વિચારોને કે કેવી સ્વતંત્રતા મેળવવાની હતી? બાપુને શું જોઈતું હતું?"
સરોજ તરત સમજી અને બોલી, "હા બહેન, એ વાત તમારી સાચી. આપણે હજી તો ફક્ત રાજકીય સ્વરાજ મેળવ્યું. હજી આર્થિક,સામાજિક, સાંસ્કૃતિક સ્વરાજ મેળવવાનું બાકી છે. પણ તેમાં ખાદીને શું? સરકારે હવે તો પંચવર્ષીય યોજના કરી છે, ખાદી પણ અપનાવી છે. આપણે શું કરવાનું રહે છે?"
મેં ફરી એક પ્રશ્ન પૂછયો: "રમેશ, બાપુએ ખાદીનો આટલો બધો આગ્રહ શા માટે રાખેલો?"
ખરો હેતુ કામ અને સ્વમાન આપવાનો
રમેશે તરત જવાબ આપ્યો, "મને ૧૯૪૭નું ગાંધીજયંતીનું પ્રદર્શન યાદ આવે છે. અમે એક મોટો આલેખ તૈયાર કરેલો: "ખાદીના ફાયદા." ખાદીનો સૌથી મોટો હેતુ તો બેકારોને અને ગરીબોને કામ અને સ્વમાન આપવાનો હતો. કેટલા બધા આંકડા ભેગા કર્યા હતા!"
"પણ રમેશ, જો બેકારોને કામ આપવાનો હેતુ હોય અને આજે પણ દેશમાં બેકારી ચાલુ હોય તો ખાદીની જરૂર નથી એમ આપણે કહીએ તે બરાબર છે? આજે બેકારી છે કે નહી?"
રમેશ હસ્યો. "બેકારી અને અર્ધબેકારી તો ઘણી છે. ના તો કેમ કહેવાય? પણ એ સરકારે જોવું જોઈએ ને? આપણે શું કરીએ?"
એટલામાં ખાદી કાર્યકર્તા કુસુમબહેન આવી પહોંચ્યાં. "શું કરીએ એમ કેમ કહો છો? આપણે ન કરીએ તો હવે આપણા દેશનું કામ કોઈ પરદેશી કરી આપવાના હતા? ખાદી પહેરવી એ આપણે માટે તો બેકારી નિવારણમાં સૌથી સરળ અને વ્યાપક ફાળો છે. એના જેવું બેકારી નિવારણનું બીજું સાધન હજી સુધી તો નથી શોધાયું. આજે લાખો માણસો આ કામમાંથી ઓછીવત્તી કમાણી મેળવે છે. તમે ખાદી ન પહેરો, ન ખરીદો, તો એમનું શું થાય?" ખાદી શા માટે? માથી ઈન્દુમતીબેન
(સરકારને માથે જેટલાં કાંમ નાખવામાં આવે તે બધાં માટે તેણે પૈસા ખર્ચવા પડે અને જે પૈસા ખર્ચવા પડે તે મેળવવા માટે તેણે ટેક્સ નાખવા પડે. એટલે બેકાર અર્ધબેકારો માટે સરકારે રાહતનાં કામ કરાવવા પડે તો તે માટે ટેક્સ નાખે તે ટેક્સનો બોજો આપણે જ ઉઠાવવો પડે. આમ અવળો કાન પકડવાને બદલે જેમાં માનવતા વગેરે કેટલાય ગુણ સમાયેલા છે તેવી શુદ્ધ ખાદી પહેરીને આપણે સૌ, શુદ્ધ ખાદીના અનેક ધંધાઓમાં પડેલા કારીગરોને રોજી પણ આપીશું અને વધારે પેદા થતા ટેક્સમાંથી પણ બચીશું.)
વિદેશો સાથેનો વ્યાપાર
હિંદુસ્તાનના કરોડો ગરીબોએ કાંતેલા અને વણેલા કાપડને બદલે એના કરતાં વધારે સારું હોય તોપણ, પરદેશી કાપડ ખરીદવું એને હું પાપ ગણું. મારે માટે સ્વદેશી એટલે મુખ્યત્વે હાથે કાંતેલી ખાદી અને જે હિંદુસ્તાનમાં બને છે અને બની શકે તે વસ્તુઓ. મારો સ્વદેશી ધર્મ જેટલો વિશાળ છે એટ્લું જ મારું રાષ્ટ્રીયત્વ વિશાળ છે. હું હિંદુસ્તાનનો એવો ઉદય ઈચ્છું છું જેનાથી આખી દુનિયાને પોતાની કળાનો ભંડાર અને આરોગ્યદાયક મસાલા મોકલશે. અફીણ અને બીજાં માદક પીણાં મોકલવાની એ ના પાડશે. પછી ભલે એના વેપારથી એને ભૌતિક લાભો ઘણા થતા હોય.
પ્રજા પરદેશી કાપડનો ઉપયોગ કરે છે તેની સામે અવાજ ઉઠાવવાનો હિંદીમાત્રનો ધર્મ છે. એ અવાજ વાસ્તવિક રીત કાપડના પરદેશી હોવા સામે નથી પણ તેથી ઉત્પન્ન થતી કંગાલિયત સામે છે.
પરદેશી વાસ્તે જ ત્યાજ્ય એવું તો મારી ધર્મપોથીમાં ક્યાંયે લખ્યું જ નથી. મારી ધર્મપોથીમાં તો આ ઉલ્લેખ છે: સ્વદેશને જે હાનિકારક હોય તે બધું પરદેશી ત્યાજ્ય છે. એટલે દેશમાં જે વસ્તુ પૂરા પ્રમાણમાં આપણે પેદા કરી શકતા હોઈએ તે વસ્તુ પરદેશથી કદી ન મગાવીએ જેમ કે ઘઉં. ઓસ્ટ્રિયાના ઘઉં વધારે સારા છે એથી તે મગાવવા ને દેશના તજવા એ હું પાપ માનું. પણ જો ઓટમીલની અગત્ય સિદ્ધ થાય તો- કેમ કે આપણે ત્યાં ઓટમીલ થતા નથી તેથી- સ્કોટલેન્ડથી મગાવીને લેતાં મને મુદ્દલ સંકોચ ન થાય. આપણા દેશમાં પુષ્કળ ચામડું પેદા થાય છે, તે ભલે ઊતરતું ગણાય તોપણ તેના જોડા વાપરવા હું યોગ્ય ગણુ. પરદેશી વધારે સારા કે વધારે સસ્તા મળતા હોય તે જોડા હું ત્યાજ્ય ગણું. હિંદુસ્તાનમાં સાકર કે ગોળ પુષ્કળ પેદા થતાં હોય તો પરદેશી ખાંડ-સાકરને દાખલ કરવાં એ હું દોષ ગણું. આ ઉપરથી જોઈ શકાય કે પરદેશી એવા બધી ત્યાજ્ય વસ્તુની નોંધ દેવી મારે સારુ મુશ્કેલ છે. દરેક વસ્તુને વિશે ઉપર મેં જે સામાન્ય નિયમ આપ્યો છે તેમાંથી આપણું વર્તન ઘટાવી શકાય. જે પદ્ધતિનો પ્રચાર હું અત્યારે ઇચ્છું છું તે જ હું ભવિષ્યમાં પણ ઈચ્છું અને તે એવી કલ્પનાથી કે તે તે વસ્તુનીં પેદાશને વિશે આપણી સ્થિતિ આજના જેવી જ વર્તતી હોય.
પરદેશી રૂના બહિષ્કારની જરૂર નથી. કારણ એ કાચો માલ છે. વર્ષમાં ઓછામાં ઓછા ચાર મહિના કામ ન મળવાને લીધે ભૂખે મરતા આમવર્ગને માટે આપણને પરદેશી સૂતર અને પરદેશી કાપડનાં બહીષ્કારની આવશ્યકતા છે, કારણ કે તેવુ સૂતર અને કાપડ તેઓ ઘરબેઠાં કાંતી શકે છે અને વણી શકે છે.
ગાંધીજી ખાદી શા માટે? સાભાર
થોડુ વિશેષ
શુદ્ધબુદ્ધિ અશુદ્ધબુદ્ધિ ગતાંકથી પિનાકીનભાઈ મકવાણા
સોનુ, ચાંદી, લોખંડ વગેરે જમીનમાંથી નીકળે છે ત્યારે તેમાં માટી વગેરે ઘણી અશુદ્ધિઓ હોય છે. તેની ઉપર યોગ્ય પ્રક્રિયા કરીને તેને પિગાળીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. તેમ જન્મ જન્માંતરોની ચડેલી અશુદ્ધિઓને દિન પ્રતિદિન જન્મ જન્માંતરો સુધી સાફ કરતા રહેવાથી બુદ્ધિ શુદ્ધ બને. હિમાલયની પેલે પાર જવાનો પ્રયત્ન કરનાર ગીરીમાળાના એક iSaKaro pahaoMcao tyaaM taao taonao taonaI paCInaI igairmaaLanaaM iSaKarao doKaaya Co. e caDo taao enaI paCInaaM iSaKarao doKaaya Co. ema k`mao k`mao caalataaM caalataaM ek vaKata evaao Aavao Co ko jyaaro samaga` igairmaaLanaaM iSaKarao paar krI jvaaya tyaaro ihmaalayanaI paar jvaaya. ema joma joma bauiwnaI ASauiwAao dUr krtaa j[e taoma taoma bauiwmaaM rholaI saUxma ASauiwAao najro paDtaI jaya Co. Anao taoo pa`maaNao bauiwnaoo Sauw krtaa j[e taoma taoma bauiw svacC, inama_L banataI jaya Co. bauiwnao Sauw krvaanaI ek rIta maaotanao najr samaxa raKaInao caalavauM tao Co. ek maaNasao eknaaqa maharajnaa paiva~a jIvananaaM vaKaaNa kyaa_ maharajnaI saUcanaa pa`maaNao e maaNasa maaotanao najr samaxa raKaInao paaotaanaaM Sauw kmaao_ samaoTvaamaaM laagaI gayaao eTlao ASauiwAao gaayaba qa[ ga[. 2. vaLI samaaj, Vma_ vagaoronaaM naIitainayamaao paNa bauiwnaI ASauiwAao dur krvaamaaM kama kro Co. ASauw – Ba`STacaarI kRtyaao krvaaqaI baoAabaru qavaaSao Aovaa DrqaI paNa GaNaa duSkRtyaao ATko Co. 3. satsaMga, sadvaacana vagaoroqaI maaohmaayaanaaM AavarNaao dur qataaM maaNasa Sauiw tarf AagaL vaVo Co. 4. AihMsaa, satya, Astaoya, ba`hmacaya_ vagaoro sanaatana satyaaonao AMtaratmaanaI saaxaIe paaLvaamaaM Aavao taao bauiw Sauw qaaya Co. 5. mana ko bauiwnao Sauw krvaanaa koTlaak rstaaAao gaItaajImaaM bataavavaamaaM Aavyaa Co. Aama taao gaItaa AaKaI jIvana Sauiwnaao j ivaYaya Co. paNa Cz\za AdyaayamaaM Aju_na Bagavaanao pauCo Co ko mana par AMkuSa kovaI rItao Aavao taao Bagavaana jvaaba Aapao Co ko AByaasa Anao vaOragyaqaI. mananao, bauiwnao Sauw krvaanaI Aadtaao paaDtaaM jvauM jao[e. ivataragaI qavauM jao[e taao mana bauiw Sauw qaaya. baIja AdyaayanaaM Collaa 19 SlaaokaomaaM bauiwnao Sauw krvaanaaM – isqatapa`& qavaanaa maagaao_ bataavyaa Co. 10maaM AdyaayamaaM jpa ya&nao ya&naao raja khyaao Co. ema jpamaaM ekakar qavaaya taao paNa bauiw Sauw banao. 14maaM AdyaayamaaM khyauM Co ko saaxaI Baava koLvaaya taao bauiw Sauw banao. maanaApamaana, sauKaduKa, AaSaa inaraSaa vagaoromaaM sahoj paNa taNaayaa ivanaa saaxaI Baava rho taao bauiw Sauw banao. maana maL\yauM taao sahojo AanaMd na qaaya. Anao Apamaana qayauM taao sahojo duKa na qaaya tao saaxaI Baava Co.
ગાંધીજીએ કહ્યું છે કે શરીર અને મન સતત સ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલાં રાખવાં. જે શુદ્ધ લોક કલ્યાણ કરનારો વ્યવસાય આપણે પક્ડ્યો હોય તેમાં સતત લાગેલા રહેવું જોઈએ. આપણે જાગતા હોઈએ તે સમગ્ર સમય દરમ્યાન આપણા હાથમાં હાથ ધરેલો વ્યવસાય નથી હોતો. ખાતાંપિતા હરતા ફરતા વગેરે સમય દરમ્યાન આપણા હાથમાં વ્યવસાય હોતો નથી. પણ આ સમય દરમ્યાન સતત પોતાના વ્યવસાયનું ચિંતનમનન ચાલ્યા કરતું હોય તો મન-બુદ્ધિ અશુદ્ધિઓ તરફ ન જાય.
બુદ્ધિની શુદ્ધિનો માર્ગ કઠણ જરૂર છે પણ તે રીતના પ્રયત્નો કરતા રાહેવાથી તેમાં આગળ જરૂર વધી શકાય. માંણસના જીવનની સાર્થકતા જ પોતાના જીવનને શુદ્ધ બનાવવું તેમાં છે. નહીં કે ધન, સત્તા,કીર્તિ વગેરે પ્રપ્ત કરવામાં. બુદ્ધિની શુદ્ધિમાં અંતરાત્માનો અવાજ હોય છે. તેથી આ લેખના બીજા ફકરામાં જણાવ્યું છે તે પ્રમાણે મન ઉપર બુદ્ધિનો અને બુદ્ધિ ઉપર હૃદય-અંતરાત્માનો અંકુશ હોવો જોઈએ. માણસે પોતાની બુદ્ધિ અને જીવન કેવા બનાવવાં તે તેણે નક્કી કરવાનું છે………………સમાપ્ત
આવું કાઈક કરીશું?
જૂન-૧૧ દરમ્યાન રૂ. ૧૦૦0/- એક ખાદી પ્રેમી મહાનુભાવ, વિજાપુર, રૂ. ૩૦૦/- શ્રી જી. ડી. ડાભી, મંત્રી શ્રી ભાલનળકાઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ, રાણપુર, રૂ. ૧૦૫/- કુ. રિદ્ધિબેન ધામેચા આઈ.ટી. ની છાત્રા-ભાવનગર, રૂ. ૧૦૦/- શ્રી પ્રવીણભાઈ ઠક્કર, પૂર્વ નિયામક શ્રી લોકભારતી હાલ ભાવનગર તરફથી ’શુદ્ધ ખાદી જ શા માટે?’ પત્રિકાને લવાજમ- પ્રોત્સાહન રૂપે મળેલ છે. સૌનો આભાર....
નોંધ- સદરહુ પત્રિકાને લવાજમ- પ્રોત્સાહન રૂપે જે રકમ મળે છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને શુદ્ધ ખાદીની ખરીદીમાં ૫૦% રાહત રૂપે આપવામાં આવશે. પત્રિકા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે અંગત રીતે જ ખર્ચ કરવામાં આવશે.(પિ.હી.મ).
પ્રીન્ટેડ મેટર
રવાના- બુક પોસ્ટ
પિનાકીનભાઈ મકવાણા,
૨૬૭૫, ગાયત્રીનગર,
ઘોઘા જકાત નાકા,
ભાવનગર.
ફો. ૦૨૭૮-૨૫૬૬૮૪૩
This Post is just a part of the concept of the invaluable khadi. For further details on khadi be in touch and do comment and show ur support for the cause. Thanx for reading...
ReplyDeleteKeep it up Father - I proud of my mother and father - Anupam.
ReplyDelete